Competition in this pair is now closed. Discussion and feedback about the competition in this language pair may now be provided by visiting the "Discussion & feedback" page for this pair. Entries may also be individually discussed by clicking the "Discuss" link next to any listed entry. Source text in English A theme of the age, at least in the developed world, is that people crave silence and can find none. The roar of traffic, the ceaseless beep of phones, digital announcements in buses and trains, TV sets blaring even in empty offices, are an endless battery and distraction. The human race is exhausting itself with noise and longs for its opposite—whether in the wilds, on the wide ocean or in some retreat dedicated to stillness and concentration. Alain Corbin, a history professor, writes from his refuge in the Sorbonne, and Erling Kagge, a Norwegian explorer, from his memories of the wastes of Antarctica, where both have tried to escape.
And yet, as Mr Corbin points out in "A History of Silence", there is probably no more noise than there used to be. Before pneumatic tyres, city streets were full of the deafening clang of metal-rimmed wheels and horseshoes on stone. Before voluntary isolation on mobile phones, buses and trains rang with conversation. Newspaper-sellers did not leave their wares in a mute pile, but advertised them at top volume, as did vendors of cherries, violets and fresh mackerel. The theatre and the opera were a chaos of huzzahs and barracking. Even in the countryside, peasants sang as they drudged. They don’t sing now.
What has changed is not so much the level of noise, which previous centuries also complained about, but the level of distraction, which occupies the space that silence might invade. There looms another paradox, because when it does invade—in the depths of a pine forest, in the naked desert, in a suddenly vacated room—it often proves unnerving rather than welcome. Dread creeps in; the ear instinctively fastens on anything, whether fire-hiss or bird call or susurrus of leaves, that will save it from this unknown emptiness. People want silence, but not that much. | Winning entries could not be determined in this language pair.There were 6 entries submitted in this pair during the submission phase. Not enough votes were submitted by peers for a winning entry to be determined.
Competition in this pair is now closed. | ઇતિહાસના પ્રાધ્યાપક એલૈન કોરબિન સોરબોન સ્થિત પોતાની છાવણીમાંથી અને નોર્વેના ભૌગોલિક સંશોધક એર્લિંગ કેગ વેરાન એન્ટાર્ક્ટિકાની સ્મૃતિ તાજી કરીને લખે છે કે કમ સે કમ આજના વિકસીત જગતના યુગમાં લોકો નિરવ શાંતિને ઝંખે છે પરંતુ તેઓને ક્યાંય શાંતિ મળતી નથી. ટ્રાફિકનો ઘોંઘાટ, ફોનની વણથંભી ઘંટડીઓ, બસ અને ટ્રેનમાં વારંવાર આવતી ડિજીટલ જાહેરાતો, ખાલી ઓફિસોમાં તદ્દન અપ્રિય ઘાંઘાટ કરતા ટીવી સેટ જેવા તમામ સાધનો એવો એક સમુહ છે જેનો કોઇ અંત નથી. માનવ જાત ઘોંઘાટથી ત્રસ્ત થઇ ગઇ છે અને તેથી જ નિરવ શાંતિને ઝંખે છે, પછી તે શાંતિ તોફાની કે શાંત મહાસાગરમાં કે પછી સ્થિતપ્રજ્ઞ અવસ્થા કે ધ્યાનને સમર્પિત એવા કોઇ માર્ગમાં જ કેમ ન હોય ! યાદ રહે કે આ બંને મહાનુભાવોએ ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે "નિરવ શાંતિનો ઇતિહાસ" શીર્ષક ધરાવતા પોતાના પુસ્તકમાં શ્રી કોરબિન એવો ઇશારો જરૂર કરે છે કે શક્ય છે કે ભૂતકાળમાં જેટલો ઘોંઘાટ હતો એટલો આજે નથી. હવા ભરેલા ટાયરોના આગમન પહેલાં શહેરની સડકો ઘોડાગાડીના લોખંડના પાટાં ચઢાવેલા પૈડાંમાંથી નીકળતા અને ઘોડાના ડાબલાંમાંથી ઉત્પન્ન થતાં અને કાનને બહેરા કરી નાંખે એવા અવાજથી ભરેલી હતી. મોબાઇલ ફોનના સ્વૈચ્છિક અજ્ઞાતવાસ પહેલાં બસો અને ટ્રેનોમાં વાતચીતનો ભારે કોલાહલ હતો. ચેરી, જાંબલી ફૂલછોડ અને તાજી માછલીઓનું વેચાણ કરતાં ફેરિયાઓ જેમ મોટે મોટેથી બરાડા પાડીને પોતાના માલસામનનું વેચાણ કરતાં હતા તેમ જ અખબારોનું વેચાણ કરતાં ફેરિયાઓ પણ પોતાના અખબારોનું શાંતિથી વેચાણ કરતા નહોતા પરંતુ મોટે મોટેથી બુમો પાડીને તેની જાહેરાત કરતા હતા. સિનેમાગૃહો અને નાટ્યગૃહો પણ કિકિયારીઓ અને અટ્ટહાસ્યથી અસ્તવ્યસ્ત થયેલા જોવા મળતા હતા. ગ્રામ્ય પ્રદેશોનાં પણ કાળી મજૂરી કરતાં ખેડૂતો ગીતો ગાતા હતા. જો કે હવે તેઓ ક્યાંય ગીતો ગાતા જોવા મળતા નથી. પરિવર્તન આવ્યું છે પરંતુ અગાઉની સદીઓના લોકો જેના વિશે ફરિયાદ કરતાં હતાં તે ઘોંઘાટનાં સ્તરમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી, પરંતુ ધ્યાનભંગ થવાની પ્રક્રિયાનું પ્રમાણ જરૂર વધ્યું છે અને આ પ્રક્રિયાએ આજે એટલી બધી જગ્યા રોકી લીધી છે કે જેને કહી શકાય કે નિરવ શાંતિ ઉપર રીતસરનું આક્રમણ થયું છે. અન્ય એક વિરોધાભાસ પણ ઝળૂંબી રહ્યો છે, કેમ કે જ્યારે આ પ્રક્રિયા ત્રાટકે છે (પાઇન વૃક્ષોના ગાઢ જંગલમાં, વેરાન રણ પ્રદેશમાં કે પછી તાજેતરમાં જ ખાલી કરેલા રૂમમાં) ત્યારે તે આવકારદાયક નહી પરંતું દિમાગને સૂનમૂન કરી દેનારી પ્રક્રિયા તરીકે જ પૂરવાર થઇ છે. ધીમે ધીમે એક પ્રકારનો ભય પેસી જાય છે, મૂળભૂત રીતે જ કાન કોઇપણ બાહ્ય આવેગ કે અવાજ સામે ખૂબ જ ઝડપથી પ્રતિભાવ આપે છે, પછી તે અવાજ આગના તણખાનો, પક્ષીના કલરવનો કે સૂકા પાંદળાનો જ કેમ ન હોય!, અને કાન આ અજાણ્યા ખાલીપણામાંથી તે અવાજને બચાવી લે છે. લોકો શાંતિ જરૂર ઇચ્છે છે પરંતુ એટલી હદ સુધીની નહીં. | Entry #22894 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
12 | 1 x4 | 4 x2 | 0 |
| આ યુગનો મુદ્દો, ઓછામાં ઓછો વિકસિત વિશ્વમાં તો, એ છે કે લોકો નીરવતા ઝંખે છે અને કશે મળતી નથી. વાહનવ્યવહારની ગર્જના, ફોનની સતત વાગતી ‘બીપ બીપ’, બસમાં અને ટ્રેઇનમાં થતી ડિજિટલ ઉદ્ઘોષણાઓ, ખાલી કચેરીઓમાં પણ બરાડા પાડતા ટીવી સેટ્સ, એ બધું નિરંતર બળતણ-વપરાશ અને વ્યગ્રતા છે. અવાજથી માનવજાત પોતાને થકવી રહી છે અને તેનાથી વિરુદ્ધને ઝંખે છે – કાં તો ઉજ્જડ વિસ્તારોમાં, વિશાળ દરિયા પર અથવા સ્થિરતા અને એકાગ્રતાને સમર્પિત એવા કોઇ નિર્જન સ્થળમાં. એલઇન કોર્બિન, ઇતિહાસના એક પ્રાધ્યાપક, પોતાના સોર્બોન ખાતેના આશ્રયસ્થાનેથી અને એર્લિંગ કાગ્ગ, એક નોર્વેજિયન શોધક, બન્નેએ જ્યાંથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો તે એન્ટાર્ટિકાના અવશેષોનાં પોતાનાં સ્મરણોમાં લખે છે. અને છતાં, જેમ શ્રી કોર્બિન “નીરવતાનો એક ઇતિહાસ”માં ધ્યાન દોરે છે કે, પહેલાં જેટલો હતો તેના કરતાં અત્યારે કદાચ વધારે ઘોંઘાટ નથી. હવા ભરેલાં ટાયર પહેલાંના શહેરની શેરીઓ પથ્થર પર થતા, ધાતુ મઢેલાં પૈંડાંના અને ઘોડાની નાળના, કાન બહેરા કરી નાખે એવા અવાજોથી ભરપૂર હતી. સ્વૈચ્છિક એકાંત આપતા મોબાઇલ ફોન આવતા અગાઉ, બસ અને ટ્રેઇન વાતચીતથી ગૂંજતી હતી. અખબારો વેચનારાઓ પોતાના સામાનની શાંત થપ્પીઓ નહોતા મૂકી જતા, એ પણ બોર, જાંબુ અને તાજી માછલીઓના ફેરિયાઓની જેમ ઊંચા સાદે તેની જાહેરાત કરતા હતા. નાટ્યગૃહો અને સંગીત કાર્યક્રમો બૂમાબૂમ અને ઠઠ્ઠા-મશ્કરીની અરાજકતા જેવા હતા. ગ્રામીણ પ્રદેશોમાં પણ, કાળી મજૂરી કરતે કરતે ખેડૂતો ગાતા હતા. હવે તેઓ ગાતા નથી. જે બદલાયું છે તે ઘોંઘાટનું સ્તર એટલું બધું નથી બદલાયું, જેની અગાઉની સદીઓ પણ ફરિયાદ કરતી હતી, પણ વ્યગ્રતાનું સ્તર છે, જે ખાલી સ્થાનને રોકે છે તેને નીરવતા કદાચ અતિક્રમી જાય. એક અન્ય વિરોધાભાસ ઝળુંબી રહ્યો છે, કારણ કે જ્યારે તે અતિક્રમે – કોઇ દેવદારના જંગલની ગહરાઇમાં, નગ્ન રણમાં, અચાનક ખાલી થઈ ગયેલા ઓરડામાં – ત્યારે કેટલીકવાર તે સુખદ લાગવાને બદલે હતોત્સાહ કરનારું લાગે છે. ભય પ્રવેશી જાય છે; કશાને પણ લીધે કાન સહજ રીતે જ ઊંચા થઈ જાય છે, ભલે એ આગની લહેરખીનો અવાજ હોય કે પક્ષીનો ટહૂકો કે પછી પાંદડાંની સરસરાહટ, એ આ અજાણ્યા ખાલીપાથી બચાવશે. લોકોને નીરવતા જોઇએ છે, પણ એટલી બધી નહીં. | Entry #24080 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
7 | 1 x4 | 1 x2 | 1 x1 |
| આ યુગનો, ખાસ કરીને વિકસિત વિશ્વનો વિષય એ છે કે લોકો મૌનની તીવ્ર ઝંખના કરે છે પરંતુ ક્યાંય મેળવી શકતા નથી. ટ્રાફિકનો ઘોંઘાટ, સતત વાગતી ફોનની ઘંટડીઓ, બસ અને ટ્રેનની ડિજિટલ જાહેરાતો, ખાલી પડેલી ઓફિસમાં પણ ટીવીનો કર્કશ અવાજ વગેરે લોકોને અંતહીન પ્રહાર અને વિક્ષેપ લાગે છે. માનવ જાતિ પોતે જ પોતાના ઘોંઘાટથી થાકી રહી છે અને લાંબા સમયથી તે શાંતિ મેળવવા ઈચ્છે છે પછી ભલે તે જંગલોમાં હોય, વિશાળ સમુદ્રમાં હોય અથવા સ્થિરતા અને એકાગ્રતા માટે સમર્પિત અમુક એકાંત જગ્યાઓમાં. ઇતિહાસના પ્રોફેસર ઍલેન કોર્બિન તેમના સોરબોનના આશ્રયસ્થાનમાંથી લખે છે અને નોર્વેજીયન સંશોધક, એર્લિંગ કાગે તેમની એન્ટાર્કટિકાના કચરાની યાદોમાંથી ઉલ્લેખ કરે છે, જ્યાં તેઓ બંનેએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. અને છતાં, શ્રીમાન કોર્બીન "હિસ્ટ્રી ઓફ સાયલન્સ" માં નિર્દેશ કરે છે કે, પહેલા જેવો ઘોંઘાટ હતો તેના કરતા કદાચ ઘણો ઓછો અવાજ છે. વાહનના ટાયરના અવાજ શરૂ થયા એ પહેલાં, શહેરની શેરીઓમાં ધાતુની કિનારીવાળા પૈડાઓનો અવાજ અને પથ્થર પર ઘોડાની નાળનો રણકાર સંભાળતો હતો. મોબાઇલ ફોનને પોતાનાથી સ્વૈચ્છિક રીતે અલગ કરતા પહેલાં, બસ અને ટ્રેનમાં વાતચીતનો ઘોંઘાટ થતો, અખબાર વેચતા ફેરિયાઓ પણ તેમનો માલ શાંતિથી આપવાને બદલે પોતાના મહત્તમ અવાજ સાથે જાહેરાત કરતા હતા, અને એવી જ રીતે ચેરી, રીંગણી(વાયોલેટ્સ) અને તાજી મેકરેલ માછલીના વિક્રેતાઓ પણ બુમો પાડતા. થિયેટર અને રંગમંચ પણ ઉત્સાહ અને નીરસતા દર્શાવતી અવ્યવસ્થાના બની ગયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેડૂતો ખેતી કરતા કવિતા ગણગણતા હતા. જો કે તેઓ હવે ગાતા નથી. ઘણું બધું બદલાઈ ગયું છે પરંતુ ઘોંઘાટનું સ્તર બદલાયું નથી, આપણા પહેલાના સૈકાઓમાં પણ આવી જ ફરિયાદ હતી, આજે વ્યાકુળતાના સ્તરે આ સ્થાન માત્ર મૌન જ લઇ શકે છે. અહી બીજો વિરોધાભાસ એ છે કે - પાઈન વૃક્ષોના જંગલના ઊંડાણોમાં, ખુલ્લા રણમાં, અચાનક ખાલી થયેલ ઓરડામાં - જ્યારે મૌનનો અચાનક અનુભવ થાય છે ત્યારે ઘણીવાર તેને સત્કારવા કરતા આપણે હતોત્સાહિત થઇ જઈએ છીએ. એક ભયાવહ કમકમાટીનો અનુભવ થાય છે; જયારે આપણા કાન સહજ ભાવે કોઈ પણ વસ્તુ પર ઝડપી પ્રતિક્રિયા કરે છે, પછી ભલે તે અગ્નિનો અવાજ હોય અથવા પક્ષીનો કોલાહલ હોય અથવા પાંદડાઓનો સડસડાટ હોય, તે આવી અજાણ્યા ખાલીપાને પણ ભરી દેશે. લોકોને શાંતિ જોઈએ છે, પરંતુ એટલી બધી નહીં. | Entry #24155 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
6 | 1 x4 | 0 | 2 x1 |
| જમાનાનો મુખ્ય સૂર, કમ સે કમ વિકસિત વિશ્વમાં, એ છે કે લોકો શાંતિ માટે વલખાં મારે છે અને તેઓ તેને મેળવી શકતા નથી. ટ્રાફિકનો ઘોંઘાટ, ફોનના બીપનો અવિરત અવાજ, બસો અને ટ્રેનોમાં ડિજિટલ ઘોષણાઓ, ખાલી કચેરીઓમાં પણ અવાજ કરતા ટીવી સેટ્સ, એક અનંત હારમાળા છે અને વિક્ષેપકર્તા છે. તેનાથી વિરુદ્ધ, માનવ-જાતિ પોતે, જંગલમાં કે વિશાળ સમુદ્ર પર અથવા અથવા શાંતિ અને એકાગ્રતા માટે કોઈ સમર્પિત સ્થળે સતત ઘોંઘાટ કરી રહી છે. ઍલેન કોર્બિન, ઇતિહાસના પ્રોફેસર, સોર્બોનના તેમના આશ્રયસ્થાનમાંથી અને એર્લિન્ગ કૅગ્ગ, એક નોર્વેજિયન સંશોધક, પોતાની એન્ટાર્કટિકાની વેરાન સ્મૃતિઓમાંથી, જ્યાં બન્નેએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, લખે છે. અને વળી, મિસ્ટર કોર્બિન "શાંતિનો એક ઇતિહાસ(A History of Silence)" માં ઉલ્લેખ કરે છે કે કદાચ પહેલાં હતો તેના કરતાં વધારે અવાજ નથી. હવાથી ફૂલતાં રબરના ટાયર આવ્યા તે પહેલાં શહેરની શેરીઓમાં ધાતુની કિનારવાળા પૈડાં ધરાવતા વાહનો અને રસ્તા સાથે અથડાઈને અવાજ કરતી ઘોડાની નાળ, કાન ફોડી નાખે એવો અવાજ કરતા હતા. મોબાઇલ ફોન્સ દ્વારા સ્વૈચ્છિક રીતે વ્યક્તિગત અલગતા આવી તે પહેલાં બસ અને ટ્રેનમાં વાતચીતનો ઘોંઘાટ હતો. અખબાર-વેચાણકર્તાઓ તેમના માલનો શાંત ઢગલો રાખવાને બદલે મોટા અવાજે તેની જાહેરાત કરતા હતા, ફળ-ફૂલ અને તાજી માછલીના ફેરિયાઓ પણ આમ જ કરતા હતા. થીએટર અને નાટ્યગૃહ તદ્દન સાદા અને ધાંધલીયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પણ મજૂરો-ખેડૂતો મજૂરી કરતા-કરતા ગાતા હતા. તેઓ હવે નથી ગાતા. જે બદલાયું છે તેમાં ઘોંઘાટનો સ્તર ખાસ નથી બદલાયો, જેની પહેલાંની સદીઓએ પણ ફરિયાદ કરી હતી, પરંતુ વિક્ષેપનો એ સ્તર કે જ્યાં શાંતી પ્રવેશી શકે છે તે જગ્યા પર તે કબજો જમાવે છે. ત્યાં બીજો વિરોધાભાસ છે, કારણ કે જ્યાં તે પ્રવેશ કરે છે - એક દેવદાર વૃક્ષના જંગલના ઊંડાણોમાં, નર્યા રણમાં, અચાનક ખાલી થયેલા રૂમમાં - તે ત્યાં ઘણી વખત આવકાર્ય કરતાં હતોત્સાહકર સાબિત થાય છે. ત્યારે દહેશત ધીમે ધીમે પ્રવેશ કરે છે; કોઈ પણ વસ્તુ સાથે કાન સહજ રીતે સંલગ્નિત થાય છે, પછી ભલે તે અગ્નિનો સિસકાર કે પક્ષીનો અવાજ અથવા પાંદડાંનો સડસડાટ હોય, તે આ અણગમતી શૂન્યતામાંથી બચાવે છે. લોકોને શાંતિ જોઈએ છે, પરંતુ એટલી બધી પણ નહીં. | Entry #22540 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
5 | 1 x4 | 0 | 1 x1 |
| વયની વિષય-વસ્તુ, કમ સે કમ આ વિકસિત વિશ્વમાં, એ છે કે લોકો શાંતિ ઝંખે છે પરંતુ જરા પણ મેળવી શકતા નથી. ટ્રાફિકની કિકિયારીઓ, ફોનના અવિરત અવાજો, બસો અને ટ્રેઈનોમાં થતી ડિજિટલ જાહેરાતો, ખાલી કચેરીઓમાં પણ દેકારા કરતા ટીવી સેટ, એ બધા અનંત પ્રહારો અને વિક્ષેપ છે. માનવ જાતિ પોતે જ પોતાને ઘોંઘાટથી થકવે છે અને તેનાથી વિપરીત વસ્તુઓ માટે અત્યંત અભિલાષા કરે છે - જેમ કે જંગલ વિસ્તારોમાં, કે વિશાળ સાગર પર કે પછી પરમ શાંતિ અને એકાગ્રતાથી સમર્પિત કોઈક એકાંત સ્થળ પર. ઍલેન કોર્બિન, એક ઇતિહાસના પ્રાધ્યાપક, સોરબોનમાં તેમના આશ્રયસ્થળમાંથી, અને એર્લિંગ કાગે, એક નોર્વેયન સંશોધક, તેમની એન્ટાર્કટિકાના ફાજલ સમયની યાદોમાંથી લખે છે, જ્યાં બંનેએ ભાગી છૂટવાના પ્રયાસ કર્યા છે. અને વધુમાં, શ્રી. કોર્બિન "વિજ્ઞાનના ઇતિહાસ" માં નિર્દેશ કરે છે તે મુજબ, ઘણું કરીને, જેટલો હોવો જોઈએ તેનાથી વધારે ઘોંઘાટ છે જ નહિ. હવાવાળા ટાયર આવ્યા તે પહેલા, શહેરોની શેરીઓ પથ્થર પર ધાતુની કિનાર વાળા પૈડાઓના અને ઘોડાની નાળના ગગનભેદી રણકારથી ગર્જતી હતી. મોબાઈલ ફોન પરની સ્વૈચ્છિક એકલતા પહેલા, બસો અને ટ્રેઈનોમાં વાતચીતોના અવાજો સંભળાતા. અખબાર-વિક્રેતાઓ એક મૂક ઢગલામાં રહેલી તેમની હાટ છોડતાં નહોતા, પરંતુ ઊંચા અવાજે તેમની જાહેરાત કરતા હતા, તેવી જ રીતે ચેરી, જાંબુડા અને તાજી મેકરેલ માછલીઓના વિક્રેતાઓ પણ આવું કરતા હતા. થિયેટરો અને ઓપેરા પણ વાહવાહી અને જયઘોષના દેકારાથી ભરપૂર રહેતા હતા. ગ્રામીણ વિસ્તારોમાં પણ, ખેડૂતો તેમની મજૂરી કરતી વખતે ગીતો ગાતા હતા. તેઓ હવે ગાતા નથી. જે બદલાયું છે તે એટલું બધું વધેલું ઘોંઘાટનું સ્તર નથી, કે જેની ફરિયાદ પહેલાંની સદીઓમાં પણ થતી હતી, પરંતુ તે છે વિક્ષેપનું એવું સ્તર, જે મૌન આક્રમણ કરી શકે તેવી જગ્યા ધરાવે છે. અહીં એક બીજો વિરોધાભાસ પ્રવર્તે છે, કારણ કે જ્યારે તે - એક દેવદાર જંગલોના ઊંડાણોમાં, ખુલ્લા રણમાં, અચાનક ખાલી કરેલ ઓરડામાં - આક્રમણ કરે છે ત્યારે તે ઇચ્છિત હોવા કરતા મોટેભાગે હતોત્સાહિત સાબિત થાય છે. ભય પેસવા લાગે છે; કાન સહજ ભાવે જ કોઈપણ જગ્યાએ જોડાવા લાગે છે , પછી ભલે તે અગ્નિના સિસકારા હોય કે પક્ષીઓનો અવાજ અથવા પાંદડાઓનો સરસરાટ હોય, તે આ અજ્ઞાત શૂન્યતામાંથી તેને બચાવે છે. લોકો શાંતિ ઝંખે છે, પણ એટલી બધી નહિ. | Entry #23536 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
2 | 0 | 1 x2 | 0 |
| વર્તમાન યુગનો એક સર્વ-સામાન્ય સૂર છે, જે વિકસિત દેશોમાં પણ જોવા મળે છે, તે એ છે કે લોકો શાંતિ માટે આમથી તેમ વલખા મારે છે પણ તે તેમને ક્યાંય મળતી નથી. વાહનોના જમેલાઓનો ઘરઘરાટ, સતત રણકતી રહેતી ફોનની ઘંટીઓ (હવે રીંગટોન), બસો અને ટ્રેઈનોમાં સતત ચાલતા રહેતા ડિજિટલ સંદેશા, ખાલી ઓફિસોની અંદર ઝબકતા રહેતા ટીવી સેટ્સ, કોલાહલ અને ઘોંઘાટોની આવી તો કંઈ કેટલીય હારમાળા છે જે આપણને સતત વિક્ષિપ્ત કરી વ્યગ્ર બનાવતી રહે છે. અવાજ અને ઘોંઘાટોના પ્રદૂષણથી માનવ જાત હવે અંદરથી સાવ ખાલી થતી જાય છે અને શાંતિ માટે તલસતી રહે છે, એ પછી કાં તો જંગલોમાં હોય, ઘુઘવતા વિશાળ સમુદ્ર તટ પર કે નીરવતા અને એકાગ્રતાના એકમાત્ર હેતુ માટે ઊભા કરવામાં આવેલ એકાંત સ્થળોમાં હોય. ઈતિહાસના અધ્યાપક એલન કોરબિન સારબોન ખાતેના તેમના રોકાણ દરમિયાનના અનુભવોને અને નોર્વેજિયન સંશોધક અર્લિંગ કેગ એન્ટાર્કટિકાના વેરાન પ્રદેશોના તેમના સંભારણાઓને શાબ્દિક વાચા આપે છે, જેમાં આ બંનેએ તેમની તત્કાલિન સ્થિતિમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં, શ્રીમાન કોરબિન “શાંતિનો ઈતિહાસ”માં અંગુલિ નિર્દેશ કરતા કહે છે, “જેટલો ઘોંઘાટ આપણે અહીં કરતા હોઈએ છીએ તેના કરતા વધુ ઘોંઘાટ સંભવત: બીજે ક્યાંય નથી.” હવાથી ભરેલા ટાયરોના યુગ પહેલા આપણા નગરોની શેરીઓ ધાતુથી બનેલ પૈડાઓના માથું ફાડી નાખે એવા રણકારો અને પથરાળ રસ્તાઓ પર ઘોડાના ડાબલાના ટપાકાઓથી ભરી-ભરી રહેતી હતી. મોબાઈલ ફોન પરની આપણી સ્વૈચ્છિક એકલતા પહેલા, બસો અને ટ્રેઈનો એકબીજાની વાતચીતોથી સતત ગુંજતી રહેતી હતી, છાપાના ફેરિયાઓ તેમની છાપાઓની મૂંગી થપ્પીઓને એક જગ્યાએ મૂકી રાખીને બેસી રહેતા ન હતા, પરંતુ મોટે-મોટેથી બુમો પાડીને તેમના છાપાની જાહેરાત કરતા હતા જે રીતે બોર, જાંબુ અને માછલી વેચતા ફેરીયાઓ બુમો પાડતા હતા. સિનેમાઘરો અને નાટકોમાં દીવાનગીની હદે ચિચીયારીઓ, ઠઠ્ઠા-મશ્કરી અને હર્ષનાદોની અંધાધૂંધી સર્જાતી હતી. અરે ખેતરોમાં પણ ખેડૂતો તેમના ગધ્ધાવૈતરાથી કંટાળી જતા ત્યારે તેમની પસંદના ગીતો ગણગણાવતા હતા. હવે તેઓ આ રીતે નથી ગાતા. જે બદલાવ આવ્યો છે તે ઘોંઘાટના પ્રમાણમાં બહુ નથી આવ્યો, તેની ફરિયાદો તો પ્રાચીન યુગોમાં પણ થતી હતી, પરંતુ વિક્ષિપ્તતા જેને આપણે માનસિક ખલેલ પણ કહી શકીએ તેના પ્રમાણમાં બહુ મોટો બદલાવ આવ્યો છે, જેણે આપણા મગજમાં એ સ્થાન પર કબજો જમાવ્યો છે જ્યાં ખરેખર તો શાંતિ હોવી જોઈતી હતી. અહીં એક બીજો વિરોધાભાસ પણ દેખાય છે, કારણ કે જ્યારે તે ઊંચા ગાઢ જંગલમાં, ખુલ્લા રણમાં કે કોઈ ખાલી કક્ષમાં એકાએક દાખલ થાય છે ત્યારે બહુધા તે વ્યથાકારી લાગે થાય છે, નહિ કે આવકારદાયક. કોઈ વસ્તુ સાથે આપણે સહજપણે જોડાઈ જઈએ પછી તે અગન જવાળાની ભડભડાહટ હોય, પક્ષીઓનો કલરવ હોય કે પાંદડાઓનો ખડખડાટ, તેમાં કોઈનો ચૂપકીદી ભર્યો પગપેસારો આપણને એક અજાણ્યા ખાલીપાથી બચાવશે. સામાન્ય જનસમુદાય બેશક શાંતિ ચાહે છે, પરંતુ એટલી વધારે તો નહિ જ. | Entry #23200 — Discuss 0 — Variant: Not specifiednone
Voting points | 1st | 2nd | 3rd |
---|
1 | 0 | 0 | 1 x1 |
| | | | | X Sign in to your ProZ.com account... | | | | | | ProZ.com translation contestsProZ.com translation contests offer a fun way to take a break from your normal routine while testing and honing your skills with fellow translators.
ProZ.com Translation Contests. Patent pending. |