ગુજરાતી અનુવાદક અને ફોરમ ઉપર ચર્ચા Initiator des Themas: Umang Dholabhai
|
Umang Dholabhai Indien Local time: 17:06 Mitglied Englisch > Gujarati + ...
એવું કેમ લાગ્યા કરે છે કે આપણી ગુજરાતી ભાષાના અનુવાદકો ફોરમો ઉપર આવવાનું ટાળે છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી ફોરમ શરૂ થતા પણ આટલા વર્ષો લાગ્યા. આપણી વચ્ચેના અનુભવી સાથીદારો જો પોતાના અનુભવો આ માધ્યમ દ્વારા રજુ કરે તો મને ખાત્રી છે કે ગુજરાતી ભાષાના અનુવાદોની ગુણવત્તામાં સુધારો જ નહીં પણ સાથે એક ધોરણ સ્થાપવામાં પણ મદદ મળશે. | | |
Hetal Vin Indien Local time: 17:06 Englisch > Hindi
આપ ની વાત સાચી છે . આપને સૌ ભેગા થઇ ને આ વિષય માં કઈ યોગદાન આપીએ તો બધા ને માર્ગદર્શન પણ મળી રહે | | |
Smruti Local time: 17:06 Englisch > Gujarati + ... ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે | Jun 14, 2011 |
મારા ખ્યાલથી, અહીં આપણે બધાએ ફોરમ પર વધુ સક્રિય થવાની જરૂર છે. સામયિક ચર્ચા અને સંપર્ક વ્યવહાર વધુ વ્યાપક અને કાર્યશીલ બનાવશે.
આભાર,
સ્મૃતિ | | |
ભાષાંતરની સચોટતા, સરળતા, સહજતા વધારવા | Jan 31, 2013 |
મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય �... See more મારા મતે આપણા ભાષાંતરની યાંત્રિકતા ઓછી કરવા માટે જો કોઈ વધારે ઉપયોગી સાધન હોય તો એ વિચારોનું વમળ જ છે. એ વમળ આપણા માટે ફોરમ છે. એકમેકના વિચારો થકી આપણું ભાષાંતર સાહજીક, સરળ અને સચોટ બનાવી શકાય છે. અને આમ ભાષાંતરની ગુણવત્તા સાથે અનુવાદની ગુણવત્તામાં વધારો થઈ શકશે. પણ એ સાર્થક કરવા માટે આપણા બધાના પ્રયાસોની જરૂર પડે. એના માટે ફોરમ પર જે કોઈની દુવિધા હોય એને હલ કરવા અનુભવ ધરાવતા ભાષાંતરકારોએ અને નવા તેમ જ ઉત્સાહી અનુવાદકો અને ભાષાના જાણકારો એ સર્જનાત્મક વિચારો નિઃસંકોચ વહેવડાવવા પડે. મને આશા છે કે એમ થશે, કરીશું. ▲ Collapse | |
|
|
ચર્ચા અને ફોરમ | Apr 25, 2018 |
આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્ર�... See more આપ સૌથી વાત બિલકુલ સાચી છે મિત્રો. આપણે વધુને વધુ ચર્ચા કરીશું તો તેના ઘણા ફાયદા મળી શકે તેમ છે. એક તો ચર્ચાને કારણે જ્ઞાનમાં વધારો થશે અને બીજુ એકબીજાના સંપર્કમાં રહીશું તો કામનું પણ આદાનપ્રદાન કરી શકાશે. ઘણી વાર એવું બનતું હોય છે કે એક વ્યક્તિ પાસે ઘણું કામ હોય અથવા અન્ય કોઇ અંગત કારણોસર વ્યસ્ત હોય અને તે પોતાના રેગ્યુલર ક્લાયન્ટને ના કહી શકે તેમ તેવી સ્થિતીમાં પણ ન હોય ત્યારે એકબીજાનો સંપર્ક હોય તો મદદરૂપ થઇ શકાય.
હું, તેજસ પંચાલ અમદાવાદનો વતની છું અને છેલ્લા 10 વર્ષથી પાર્ટ-ટાઇમ ભાષાંતરની કામગીરી કરૂ છું. મારા વર્તુળમાં હિન્દી, મરાઠી અને અન્ય ભાષાના પણ ભાષાંતરકારો છે. આથી કોઇ પણ કામગીરી માટે મને મારા મોબાઇલ નંબર 9099954988 અને 9904386664 પર તથા ઇમેલ tejas.translator@gmail.com પર સંપર્ક કરી શકો છો.
અન્ય સભ્યોને પણ પોતાની કામગીરી અને સંપર્ક શેર કરવા વિનંતી.
તેજસ ▲ Collapse | | |
Dieses Forum wird von keinem Moderator betreut.
Um Verstöße gegen die ProZ.com-Regeln zu melden oder um Hilfe zu erhalten, wenden Sie sich bitte an unsere
ProZ.com-Mitarbeiter »
ગુજરાતી અનુવાદક અને ફોરમ ઉપર ચર્ચા
Trados Business Manager Lite |
---|
Create customer quotes and invoices from within Trados Studio
Trados Business Manager Lite helps to simplify and speed up some of the daily tasks, such as invoicing and reporting, associated with running your freelance translation business.
More info » |
|
LinguaCore |
---|
AI Translation at Your Fingertips
The underlying LLM technology of LinguaCore offers AI translations of unprecedented quality. Quick and simple. Add a human linguistic review at the end for expert-level quality at a fraction of the cost and time.
More info » |
|